Saturday 19 November 2016

વચન

તો જ આપો સૌને વચન,જો નિભાવી શકો.
એવું જીવો કે મર્યા પછી સૌને રડાવી શકો...

એટલો ડઠ્ઠર થઈ ગયો છું જીવનમાં,
તમે સતાવા ચાહો, નહીં સતાવી શકો...

ફરીશ્તાઓ સાથે ઓળખાણ કરી લીધી છે મેં,
બોલાવો મારી સામે યમને, જો બોલાવી શકો...

મોત પાછળ છેક સુધી દોડતા રહયાં,
એ સારુ છે કે ચાર વિસામા કરાવી શકો...

નશામાં પણ દર્દ ભુલાતું નથી 'ચેતન',
ભર્યા છે પ્યાલા જામના, જો પીલાવી શકો...

- ચેતન સોલંકી
29.08.2016

થોડું આઉટ ઓફ ધ વે...
આટલું Close થવું બહું સારું નહીં જાનુ,
જો જો.. Brake up પછી મને નહીં ભુલાવી શકો... ;)

એ ક્ષણ

એ ક્ષણ,
જયારે તારા
હાથની આંગળીઓ
મારા વાળમાં
અને મારી આંગળીઓ
તારા બાદન પર
કોઈ ફૂલ પરથી
પવન સરકે
એમ સરકતી હતી.

એ ક્ષણ,
જયારે બંનેની
ચારેય આંખો
બંધ હતી
છતાંય આસપાસ
એહસાસની
પુરી દુનિયા
'કામ' પ્રગટાવી રહી હતી.

એ ક્ષણ,
જયારે ચાર હોઠો નું મિલન
પ્રેમની સાબિતી આપવા
એકબીજામાં
વિલીન થઇ ગયા.

એ ક્ષણ.

- ચેતન સોલંકી
19.10.2016

બે ઘડી

પામી નથી શક્યાં જેને કદી, એનું
કારણ પણ જાણી લવ હવે બે ઘડી.

જિંદગીની મોજ રોજ કપાતી જાય છે.
મોતને પણ માણી લવ હવે બે ઘડી.

શ્વેત છાપ ઘડી-ઘડીને થાકી જવાય છે.
લાવ કાળું કફન તાણી લવ હવે બે ઘડી.

જેને આજ લગી ઇઝહાર નથી કર્યો,
પ્રેમ એનો પણ જાણી લવ હવે બે ઘડી.

ઉત્સવ નો શોખ રહ્યો નથી હવે મને,
ભગવાની લ્હાણી લવ હવે બે ઘડી.

05.11.2016

(ખાસમ ખાસ લપોડસંગ ચેતન અને મેં સાથે મળીને કાલે જ લખી આ. 😜
બેવ એકસરખા એટલે સાથે લખીએ તો પણ એમ લાગે કે એક વ્યક્તિએ લખેલી છે.)

એ ચાલી ગઈ...

મારા શબ્દો ગઝલના સાથે લઈને એ ચાલી ગઈ,
પેન-કાગળ કોરો હાથમાં આપીને એ ચાલી ગઈ...

શબ્દો બધા સુંદરતાના સમાવતો ચેહરો એનો,
મિલન ને બદલે સ્મૃતિઓ આપીને એ ચાલી ગઈ...

સુખ હતું જે ક્ષણમાં એ જીવી લીધું તારે સંગ,
દુઃખના દરબારનો રાજ આપીને એ ચાલી ગઈ..

ખુશીની પળ દરેક માણીને કરી સાથે ઉજવણી,
સઘળી એકલતા મારે નામ કરીને એ ચાલી ગઈ...

હશે રસ્તાઓ-મંઝીલો અલગ અમારા, શું ખબર,
કુદરતનો આ હિસાબ કળીને એ ચાલી ગઈ...

- Chetan Solanki
08.11.2016

તમારી ટેવ

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં રુઠી જાવ તમે.
અને મનાવવા બેસું તો વર્ષોના વરસ લાગશે

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં સ્મિત વેરી દો.
અને તમને જોવા બેસું તો વર્ષોના વરસ લાગશે.

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં પ્રેમ વરસાવી દો.
અને હુ જતાવવા બેસું તો વર્ષોના વરસ લાગશે.

તમારી ટેવ છે એવી કે ક્ષણમાં ઘર મહેકાવી દો.
અને હુ મકાન પણ બનાવું તો વર્ષોના વરસ લાગશે.

તમારી ટેવ છે એવી કે મને આંખોમાં સંતાડી દો.
અને હુ ખુદને શોધવા મથુ તો વર્ષોના વરસ લાગશે.

-વિશાલ પ્રજાપતિ 'શામ', ચેતન સોલંકી 'ગુમનામ'( ફરીવાર ટુકડી સાથે)
18/11/2016

(પ્રથમ બે લાઇન શુભારંભ મુવીના ટ્રેલરમાથી લીધેલ. જેનું લખાણ અમેે કરેલ નથી.)

શબ્દો, જે કહેવાના હતા

મિલનની ક્ષણે છો ને ચુપચાપ રહ્યા અમે,
દિલમાં હતા ઘણા શબ્દો, જે કહેવાના હતા...

હજુ થશે કેટલો ઇન્તેઝાર ઈઝહારમાં,
જુદાઈના લમ્હાઓ સળગે છે, જે ઠરી જવાના હતા...

પ્રણય પગલું એક તમે પણ માંડો તો ખરાં,
જલાવ્યા છે પરવાના, જે શમી જવાના હતા...

આશ એક જ રાખીને બેઠો છું હું દિદારની,
અવગણ્યાં છે સઘળા પાસાઓ, જે દર્દના હતા...

હવે તો આવો કે કરીએ શરુ સફર આપણો,
જઈએ એ મારગ પર, જેના સપના હતા...

- Chetan Solanki
  19.11.2016

પ્રેમનાં પાનખરમાં

પ્રેમનાં પાનખરમાં હૃદય નું ફુલ આપનાર જોઈએ,
થઇ છે ઇજા જે દિલમાં, તેની અધિક સારવાર જોઈએ

હો નજર જો મંઝિલ ભણી, હિમ્મત પારાવાર જોઈએ,
તો જ થાએ પ્રેમ, દર્દનું તીર દિલની આરપાર જોઈએ

ફક્ત મળવાથી જતાવી શકો નહિ વેદનાને તમે,
તો મજા આવે પ્રેમમાં, જુદાઈ પણ મિલનની ભારોભાર જોઈએ

સમજી શકશે નહિ મારી વેદનાની ક્ષણોને એ કદી,
આંખે આંસુ, ચહેરે ચંચળતા, અંદર આગનો આભાર જોઈએ

તારા હોઠથી આવતી વાતો ગઝલ બને, પછી યાદ બને.
હૃદયની ખામોશી સમજી શકે, પ્રેમ એવો નિરાકાર જોઈએ

- Chetan Solanki
  19.11.2016