Sunday 23 February 2014

મુજ હૈયાનાં સાગરમાં તરવાને આવો..

રેત કિનારેથી ઉઠીને ક્યારેક તમે,
મુજ હૈયાનાં સાગર માં તરવાને આવો..

રંગ-રંગી માછલીઓ-બતકાઓ છે અહીં,
ઓઢણીમાં સંતાડી એને, હૈયે લગાવો..
                                      મુજ હૈયાનાં સાગરમાં....

નાવડી લાવીને ક્યારેક અમારા દેશમાં,
દુઃખો ભૂલીને, તમારા તન-મનને ભીંજાવો..
                                      મુજ હૈયાનાં સાગરમાં...

દ્રષ્ટિથી દુર રહેલા મોતી ને ક્યારેક,
મારા અંદરમાં, મરજીવા બનીને તમે,
મુજ હૈયાનાં સાગરમાં તરવાને આવો..

વરસાદ...

હૃદયસાગર માંથી ઉભરતા અશ્રુઓ...
પ્રસરી રહ્યા હતા પાંપણની ક્ષિતિજ ઉપર..
અને એ અશ્રુઓમાંથી વાદળ બની..
આપ મારા પર વરસી પડ્યાં...
                          --"ગુમનામ"

Thursday 20 February 2014

એક ન કહેવાયેલી ગઝલ....

લખાયેલી પણ કદી ના કહેવાયેલી કવિતાઓ હું અહી રજુ કરું છું....
લોકો આ પોસ્ટ ને પસંદ કરે કે ના કરે એ મારો ધ્યેય નથી ....
હું તો ફક્ત અહી મારા વિચારો રજુ કરું છું....

" છોડો ને યાર વાતો પ્રેમ love લાગણીઓની...
મારું તો હમેશા "ગુમનામ" થવા મન થાતું...

માહિતી - જ્ઞાનથી તરબોળતું મગજ છોડો ને યાર..
પાટૂ  મારી ને આ બધાને "ગાંડાં" થવા મન થાતું ..

ડગું-મગું થઇને શુંકામ વગડા રસ્તે ચાલવું??
સંબંધોનાં દોરડાં તોડીને  "બેફામ" થવા મન થાતું..

શબ્દોનાં ઘા પણ બહુ ઊંડા હોય છે "આદીલ"..
તમે બધા તો સાજાં છો, મને "મરીઝ" બનવા મન થાતું...

સફળ થવા શુંકામ નાહક યત્નો કરું હવે?
તમારા વગર હવે "બદનામ" થવા મન થાતું ...  "
                   
                                                                                             -- "ગુમનામ"