Monday 23 June 2014

હું અનંત થઇ જઈશ..

જયારે તું મારાથી નજર મેળવી લઈશ-
હું ખુદથી વધી ને અનંત થઇ જઈશ..

છે એક મોતી સમંદરના છેક તળમાં,
પણ હાર બનવાનું નથી એના નસીબમાં,
તું જયારે મરજીવો બનીને મને લઇ જઈશ-
હું ખુદથી વધીને અનંત થઇ જઈશ...

રાહ જોઇને તમારી હવે હું થાકેલો,
જોવાને તો આવો, છે શ્વાસ અટકેલો,
તમારા સ્પર્શ માત્રથી હું ધરી જઈશ-
હું ખુદથી વધીને અનંત થઇ જઈશ..

એક અનામી વ્યક્તિ માટે..

રૂપ તે તારું કેવું નમણું !
જાણે એ સાચે સાચું સમણું !

રૂંવે રૂંવે મને આવી ગયું ઘેન
નજરે ચડ્યા તારા જયારે નેન
એકેય પળમાં નથી હવે ચેન
જે જોવ તે સુંદર લાગે બમણું..

નથી હવે મને સુધ કે સાન
સુન્ન પડી ગયું મારું જ્ઞાન ગુમાન
છીનવી ગયા જે મારું ભાન
હૃદય પણ કહી ઉઠ્યું, ક્યાં ડાબું ને ક્યાં જમણું?

સફળતા...

ઘણા સંઘર્ષ બાદ મારા મિત્ર સચિન પટેલ ને job મળી એ પ્રસંગ પર.. એના માટે..

જાણે બેવ પાંખો ફેલાવીને હું ઉડી રહ્યો છું-
સતરંગી આકાશને ઘડી-ઘડી ચૂમી રહ્યો છું..

વર્ષોનું તપ આજે સફળ થયું છે,
મન મારું આજે બેબાકળ થયું છે,
ખુશીથી જાણે ચોધાર આંસુએ હું રડી રહ્યો છું..
                                               જાણે બેવ પાંખ...૦

સફળતા આજે મારા ચરણે આવી છે,
પરસેવાની મેહનત આજે રંગ લાવી છે,
જંગ જીતીને-વિજયઘોષ પોકારીને જાણે-
હવે હું "ગુમનામ" થઇ રહ્યો છું..
                                              જાણે બેવ પાંખ...૦

ભાવગીત...

આવ આવ રે ઓ શ્યામ,
થાવ તારામાં "ગુમનામ".
તારા ચરણોમાં મસ્તક ધરું-
મારું જીવન યોગેશ્વરને ચરણે ધરું..

તું છે જીવનનું મિત, તું તો અર્જુન નું સ્મિત-
તું છે વિજયનું ગીત, હવે થાશે રે જીત..
મારી જીત તારા નામે કરું....           મારું જીવન..૦

હું છું તારો અવશેષ, મારું જીવન નિશ્પેક્ષ-
તારો એક જ છે વેશ, બ્રમ્હા-વિષ્ણુ-મહેશ..
મારા જીવનમાં રંગો ભરું..             મારું જીવન...૦

જે તારી ભક્તિથી છે દૂર, એને લાવું જરૂર-
એમાં લાવવાને પૂર, થઇ જાઉં હું ચૂર..
તારા ખોલામાં રમતો કરું..           મારું જીવન...૦

Thursday 5 June 2014

10EE ની યાદમાં...

10EE પર લખેલી કવિતા "અછાંદસ" રૂપે રજુ કરું છું.
(Assuming the year of 2025)

આજે 2025માં પણ
હેડકી ચડે છે
ખુબ જ
પછી હું
મારી આંખો બંધ કરીને
10EE નાં બધા ચેહરાઓ
વારાફરતી
યાદ કરું છું
અને દિલમાં ટાઢક થાય છે.
હેડકી શાંત પડે છે.
હું શાંતિ થી સુઈ જાવ છું.
સવાર પડે છે.
અને ફરી હેડકી ચડે છે.