Friday 11 September 2015

એક અછાંદસ...

એક અછાંદસ
કોઈ નિયમો વગરનું
તદ્દન એવું જ
તારા-મારા પ્રેમ જેવું
નિર્દોષ-નિસ્વાર્થ
છતાંય બધાને
ઇર્ષ્યા આવે એવું
તુટક- તુટક
પણ નિરંતર
ક્યારેક કટાક્ષ,
ક્યારેક બોધ,
ક્યારેક વાર્તા,
ક્યારેક નગ્ન-સત્ય,
વળી ક્યારેક રડાવી મુકે
તદ્દન એવું જ
તારા-મારા પ્રેમ જેવું
એક અછાંદસ

એક તું - એક હું...

એક તું જે બધાથી અજાણ છે,
એક હું જે ને સૌ સાથે બંધાણ છે...

એક તારું દિલ જે સાવ શાંત છે,
એક મારું દિલ જ્યાં ઉઠ્યું રમખાણ છે...

એક તું જે છપ્પર-કાચલીની જેમ તરી,
એક હું જ્યાં ડૂબ્યો ત્યાં ખુબ ઊંડાણ છે...

એક તારી નજર જે દુનિયા જોઈ ચુકી,
એક મારી નજર, જેનું તારા પર રોકાણ છે...

કડી દર્દ ઉઠે તો કરું છું યાદ ‘ચેતન’,

કે તેના હરએક દીદાર રામબાણ છે...

Tuesday 21 July 2015

ગઝલ શું છે??

દિન-રાત ગાંડાઓ જે કરે છે એ કામ છે ગઝલ,
દરેક શાણા પાસે, જો ને બદનામ છે ગઝલ...

સિકંદર છો ને સરતાજ થયો આ જગતનો,
આ તો નવરાશની પેદાશનું નામ છે ગઝલ...

વાચકો વાહ-વાહ કરતા અને હલાલો હાય-હાય,
ભાગ્યમાં છે પ્રેમ, નહીતો મારે'ય હરામ છે ગઝલ...

દિવસભર કા-કા-કા-કા બોલતા કાગડા કાળા,
કલબલ જે ટાણે થાય, એ શામ છે ગઝલ...

સદીઓથી સળવળે જીભ છો ને કહી કહી,
આંખનાં ઈશારે પહોંચે એ પૈગામ છે ગઝલ...

સાત સમંદર પી જાઉં તો પણ વ્યર્થ છે,
ઘૂંટભરથી જેને સાકી દેખાય એ જામ છે ગઝલ...

આઠેય પ્હોર ગુણગાન ગાતી મેહફીલ,
આજે એ જ હોઠો પરથી 'ગુમનામ' છે ગઝલ...
                                           -ચેતન સોલંકી 'ગુમનામ'

Monday 20 July 2015

તારો સાથ...

તું જે દિવસે મને કળી જઈશ,
એ દિવસે હું તને મળી જઈશ...

આવ તું કો'ક 'દી મારી ગલી,
પછી જો હું તારી ગલી હળી જઈશ...

તું એક તણખલો દઈ જો મને,
પછી જો, હું કેવો ઝળહળી જઈશ...

હું તો છું જ 'ગુમનામ' પહેલેથી,
તું સાથ છોડીશ, તો હું રઝળી જઈશ...

                                   - ચેતન સોલંકી 'ગુમનામ'

ગર્જના...

હું એક સિંહ છું, અને ગઝલ મારી ગર્જના છે,
આ કોઈ લખાણ નથી, પણ મારી સંવેદના છે...

મારા શબ્દોને ભાગ્યે જ કોઈ શ્વસી શકશે,
વાહ-વાહ અને ભાઈ-ભાઈ તો માત્ર બહાના છે...

જે લોકો અત્યારે મને શબ્દોથી રોકે છે, ભલે,
મારા જ શબ્દોને એક'દી એ સલામ ઠોકવાના છે...

મારી ગઝલોને વાંચીને સૌ ચેહરો હસમુખો કરી લો,
પછી તો હું 'ગુમનામ' અને એ બધા રડવાના છે...

                                                       - ચેતન સોલંકી 'ગુમનામ'


ફક્ત યાદો...

જીવનનાં ખાલીપામાં તું નથી, છે ફક્ત યાદો,
ન તારો પાલવ, ન તારો ખોળો, ફક્ત યાદો...

તારા આલિંગનથી શાંત મારું મન થાતું,
રડવા માટે નથી કોઈ ખભો, ફક્ત યાદો...

તને કેન્દ્રમાં રાખીને લખેલી ગઝલો-કાવ્યો,
હવે ન રદીફ-કાફિયા-મક્તા, ફક્ત યાદો...

તારા જ વિશે વિચારતું પ્રફુલ્લિત મારું મન,
હવે શૂન્યાવકાશ-ખાલીપો-એકલતા, ફક્ત યાદો...

                                          - ચેતન સોલંકી 'ગુમનામ'

Tuesday 17 February 2015

હું...

નિયમોમાં રહેવું મને કદી ફાવ્યું જ નથી,
ભલે પછી એ ગઝલ હોય કે મારું જીવન...

છુપાઈને મેં કદી કોઈ વસ્તુ કરી જ નથી,
ભલે પછી એ હાસ્ય હોય કે હૈયાફાટ રૂદન...

મોતને તો હું હમેશા ખભે લઇને જ ઘૂમતો,
ભલે પછી એ કબર હોય કે કાળું કફન...

જે કઇ કર્યું, બેફામ, બેહદ, બેફીકર કર્યું,
ભલે પછી એ ઈશ્ક હોય કે અંધાધૂંધ આતંક...

કચાશ કોઈ નથી રાખી સંબંધો સાચવવામાં,
ભલે પછી એ દોસ્ત હોય કે મારો દુશ્મન...

કોઈ માપથી કદી માપી નહિ શકો તમે મને,
અનંત હતો, અનંત છું, રહીશ પણ અનંત...
                                           
                                               - ચેતન સોલંકી 'ગુમનામ'

ए जिंदगी...

ए जिन्दगी, मुज़े और कितना जीना बाकी है?
जल्दीकर, मौत से भी कुछ हिसाब लेना बाकी है...

तेरे ही बनाये जगत में उल्ज़ा रह गया मैं तो,
नफ़रत सारी देख ली, प्यार देखना बाकी है...

दिल में भरा है दर्दका समंदर बहुत बड़ा,
बस तेरे दामनको उससे भिगाना बाकी है...

दर-बदर भटकता रहा प्यारके लिए मैं,
आधा मर लिया, अब आधा मरना बाकी है...

                                          - चेतन सोलंकी 'गुमनाम'

Saturday 17 January 2015

આવા અને તેવા...

“આવા” પણ છે, અહિયા “તેવા” પણ છે,
તમે “આવા” છો, તો લોકો તેવા પણ છે...

પશુ પણ છે, અહિયા પારેવા પણ છે,
તમે મલાઈ છો, તો અહિયાં મેવા પણ છે...

પ્રભુ પણ છે, અહિયાં પિશાચ પણ છે,
તમે કૃષ્ણ છો, તો અહિયાં “પાર્થ” પણ છે...

સમજી શકો જો ખરેખર તમે કુદરતને,
તમે આંખ છો, તો અહિયાં અંધકાર પણ છે...

જ્ઞાની પણ છે, અહિયાં ગવાર પણ છે,
તમે સૂર્ય છો, તો અહિયાં સવાર પણ છે...

જો તમે નથી, તો દુનિયા પણ નથી,
તમે ગુલઝાર છો, તો અહિયાં ગઝલ પણ છે...
                            - ચેતન સોલંકી 'ગુમનામ'

मैं...

जिस्म हु मैं, रूह भी मैं..
सन्नाटा भी मैं, तूफ़ान भी मैं..
दिलेरवी हु, दिलदार भी हु..
गवार भी मैं, पंडित भी मैं..

मैं हु ब्रम्ह...
मैं था, मैं हु, और मैं ही रहूँगा...

                 - चेतन सोलंकी 'गुमनाम'

Sunday 11 January 2015

આ છોડિયું... ઝોવો ને...

છોડીયુંના લટકા-મટકામાં કેટલાય પડ્યા,
કેટલાંય એમાં લટકી ગ્યા, ને હજી લટકે ઝ સે..

"યુવતીના પ્રેમમાં યુવકે ગળે ફાંસો ખાધો"

રોઝ સાપામાં વાંસે, તોય પ્રેમ કરે ઝ સે...

તમને હૂ લાગે? મોબયલમાં ઇ હૂ કરે સે?

ઇ મેસેઝ કરે તો ઓલી ય રેપ્લાય કરે ઝ સે...

એનો બપો તો કઇ-કઇ ને ગાંડો થઇ ગ્યો,

પણ આ નપાવટીયો એનું ધાર્યું ઝ કરે સે...
                            - ચેતન સોલંકી "ગુમનામ"

Can't Write anymore on this topic...

જીવનમાંથી માણસ શું મેળવતો હોય છે?
બસ એક જ કામ હરદમ કરતો હોય છે,
હસાવતો-રડાવતો ભલે ખુલીને, પણ,
છતાં અસ્તિત્વ પર "ગુમનામ" થતો હોય છે.

જીવન-મૃત્યુ બધું તું લઇ લે,

પણ મને મારાથી મુક્ત કરી દે..

પ્રભુ..

માન્યું કે આ શરીર દીધું તે લાખનું,
બનાવી દીધું આ દુનિયાએ મજાકનું,
પ્રેમિકાની ચિત્તા બળી જાય નજર સામે,
પછી તું બોલ, શું કરું એ રાખનું?
તું મને પણ રાખ કરી દે..
પણ મને મારાથી મુક્ત કરી દે..
                        - ચેતન સોલંકી "ગુમનામ"

હું બેબાકળ..

તું આગળ,
હું પાછળ..

રાત્રે સ્વપ્ન,

સવારે ઝાકળ..

મૃત્યુ મોક્ષ,

જીવન સાંકળ..

મારું સુખ,

તારો આંચળ..

તારા વગર,

હું બેબાકળ..
           - ચેતન સોલંકી "ગુમનામ"